Saturday 27 June 2020

પરિસીમન - Delimitation

  1. પરિસીમન એટલે રાજ્યની લોકસભા અને વિધાનસભાના વિસ્તાર (સીટ) ની સીમાઓનું (રાજનીતિક) ક્ષેત્ર એટલે કે એના આધારે લોકસભા અને વિધાનસભા ક્ષેત્રોની સીમાઓ નક્કી કરવામાં આવે છે અને જો સરળ ભાષામાં કહેવું હોય તો ક્યાં ક્ષેત્રના લોકો કઈ વિધાનસભા કે લોકસભા માટે વોટ નાખશે.
  2. વર્ષ 1952 માં પરિસીમન પંચની રચના ભારતમાં સૌથી પહેલા કરી હતી.
  3. બંધારણની કલમ ૮૨ મુજબ સરકારશ્રી દર ૧૦ વર્ષ પછી પરિસીમન પંચ ની રચના કરે છે જેમાં જનસંખ્યા મુજબ અનુસૂચિત જાતી,જનજાતિની સીટો પણ બદલાય જાય છે.

પરિસીમન નક્કી કરવા માટે નીચે મુજબની બાબતો ધ્યાનમાં લેવામાં આવે છે.

1. ક્ષેત્રફળ
2. જનસંખ્યા
3. ક્ષેત્રની પ્રકૃતિ
4. સંચાર સુવિધા
5. અન્ય કારણ

મુખ્ય ઉદેશ્ય: રાજકીય સીટો મુજબ લોકોની વસ્તીનું પ્રતિનિધિત્વ.
  1. અનુચ્છેદ. ૮૨ મુજબ સંસદ દરેક વસ્તી ગણતરી પછી પરિસીમન અધિનિયમ બનાવે છે.
  2. અધિનિયમ લાગુ પડ્યા બાદ પરિસીમન આયોગની નિયુક્તિ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે.
  3. પરિસીમન આયોગના આદેશોને કાયદાકીય રીતે બહાર પાડવામાં આવે છે.
  4. પરિસીમન આયોગના આદેશોને કોઇપણ ન્યાયાલયમાં પડકારી શકાય નહિ.
  5. આદેશોની પ્રકિયા લોકસભા અને વિધાનસભાની સામે રજુ કરવામાં આવે છે.
  6. પરંતુ તેવો તેમાં કોઈ ફેરફાર કરાવી શકતા નથી.
  7. આ આદેશોને ભારતના રાષ્ટ્રપતિ દ્વારા નક્કી કરેલી તારીખે બહાર પાડવમાં આવે છે.
  8. પરિસીમન આયોગ ચુંટણી પંચ સાથે મળીને કામ કરે છે.
  9. આના આધારે અલગ અલગ લોકસભા અને વિધાનસભા બનાવવામાં આવે છે.
  10. આ આધારેજ SC અને ST ની સીટોની સંખ્યા પણ બદલવામાં આવે છે.
  11. અત્યાર સુધીમાં કુલ ચાર - (૪) પરિસીમન આયોગની રચના થયેલી છે.
  12. ૨૦૨૬ની વસ્તી ગણતરીને આધારે લોકસભા માટે પરિસીમન નક્કી કરવામાં આવશે.
  13. હાલ ૧૯૭૧ મુજબ લોકસભા
  14. ૨૦૦૧ મુજબ રાજ્ય વિધાનસભા ની સંખ્યા રહેલી છે.
સભ્યો
  1. સુપ્રીમ કોર્ટના નિવૃત ન્યાયાધીશ.
  2. મુખ્ય ચુંટણી અધિકારી.
  3. જેતે રાજ્યના ચૂંટણી અધિકારી.




Share This
Previous Post
Next Post

0 Comments: