Tuesday 14 July 1992

અનુચ્છેદ ૩૩૧ - એંગ્લો ઇન્ડિયન

  1. એગ્લો ઇન્ડીયન એટલે એવી વ્યક્તિ કે જેના પિતા / પિતૃ પરંપરામાં કોઈ અન્ય પુરુષ યુરોપ પરંપરાથી આવતો હોય અને ભારતમાં રહેતો હોય.
  2. લોકસભામાં એગ્લો ઇન્ડીયનું પ્રતિનિધિત્વ ૨  (બે) સભ્યો દ્વારા કરવામાં આવે છે જે સભ્યોની નિમણુક બંધારણના ભાગ ૧૬  અનુચ્છેદ ૩૩૧ મુજબ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે.
  3. વિધાનસભામાં એગ્લો ઇન્ડીયનનું પ્રતિનિધિત્વ ૧ (એક) સભ્ય દ્વારા કરવામાં આવે છે જે સભ્યની નિમણુક બંધારણના ભાગ ૧૬ અનુચ્છેદ ૩૩૩ મુજબ રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે.
  4. રાષ્ટ્રપતિને જો જરૂર જણાયતો એગ્લો ઇન્ડીયનની બેઠક ૨ થી વધારી શકે છે.
  5. એગ્લો ઇન્ડીયન ૬ મહિનામાં કોઇપણ પાર્ટીના સભ્ય પણ બની શકે છે પરંતુ તે રાષ્ટ્રપતિની ચુંટણીમાં ભાગ લઈ શકતા નથી.
  6. આ માટેની રજૂઆત ફ્રેંક એન્થોની દ્વારા જવાહરલાલ નેહરુને કરવામાં આવી હતી.
  7. ૧૯૩૫ ભારત સરકાર અધિનિયમમાં ભારતમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું પ્રભુત્વ વધારવા માટે તેમના અધિકારીઓ ભારતીય મહિલા સાથે લગ્ન કરે તેવી નીતિ મુકવામાં આવી હતી.
  8. ૧૪ રાજ્ય વિધાનસભામાં એગ્લો ઇન્ડીયનની નિમણુક થાય છે.
  9. ૩૩૬ (૨)માં એગ્લો ઇન્ડીયનની વ્યાખ્યા આપવામાં આવી છે.
  10. એગ્લો ઇન્ડીયન માટે ૨૦૩૦ સુધી આરક્ષણ નક્કી છે.
Share This
Previous Post
Next Post

0 Comments: