Saturday 18 July 1992

દયા અરજી - અનુચ્છેદ: ૭૨ - Mercy Petition

  • ભારતીય બંધારણના અનુચ્છેદ ૭૨ મુજબ રાષ્ટ્રપતિ ગુનેગારની સજા માફી કરી શકે છે. 
  • જેના માટે ગુનેગાર રાષ્ટ્રપતિને ઉદેશીને દયા અરજી કરે છે.
  • ક્યુરેટ પીટીશન પછી દયા અરજી કરવામાં આવે છે.
  • દયા અરજીએ આરોપી પાસે સજા માફ કરવા માટેનો છેલ્લો રસ્તો હોય છે.

અનુચ્છેદ ૭૨ મુજબ રાષ્ટ્રપતિ નીચેના ગુનાઓ માટે સજા માફી કરી શકે છે.
         ૧. ભયંકર ગુના માટે મૃત્યુ દંડ
         ૨. સૈન્ય ન્યાયાલય દ્વારા કરેલ સજા
        ૩.કોઇપણ ગુના માટે કરેલ સજા

રાષ્ટ્રપતિ નીચે મુજબ સજા માફ કરી શકે.
         
         ૧. સજા માફ કરવી. - શારીરિક અપંગતા , ગર્ભાવસ્થા જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી
         ૨. સજા ઓછી કરવી (મુક્તિ) - જેમકે મુર્ત્યું દંડની સજાને આજીવન કેદ.
         ૩. સજાના સમયમાં ફેરફાર કરવો  - જેમકે ૫ વર્ષ કરવાસની સજાને ૨ વર્ષ.
         ૪. પરિવર્તન
         ૫. રાહત


  • સુપ્રીમ કોર્ટ જો કોઈ અપરાધીને મુર્ત્યું દંડની સજા આપે અથવા નીચલી અદાલતે આપેલી સજા માન્ય રાખે તો અપરાધી પાસે રાષ્ટ્રપતિને અરજી કર્યા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો નથી.
  • અપરાધી પોતાના રાજ્યના રાજ્યપાલને પણ દયા અરજી મોકલી શકે છે.
  • પણ રાજ્યપાલ મુર્ત્યું દંડની સજા માફ નથી કરી શકતા.

Share This
Previous Post
Next Post

0 Comments: