Sunday 28 June 2020

આવશ્યક ચીજવસ્તુ ધારો - Essential Commodities Act


  1. અનિવાર્ય વસ્તુઓ તેના ઉપભોગકર્તા સુધી પહોચે તેના માટે આવશ્યક ચીજવસ્તુઓનો કાયદો બનાવવામાં આવ્યો છે.
  2. કાળા બજારને કારણે  ઘણીવાર આ વસ્તુઓ તેમના સુધી પહોંચતી નથી.
  3. ત્યારબાદ આવશ્યક ચીજવસ્તુઓની ચોર બજારી રોકવા માટે તેમજ આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો જાળવી રાખવા માટે સરકારે ચોર-બજાર નિવારણ કાયદો - ૧૯૮૦ બનાવ્યો.
  4. સરકારે આવશ્યક ચીજવસ્તુઓના ધારા - 1955માં સુધારો કરીને એન-95 માસ્ક અને હેન્ડ સેનિટાઈઝરને આવશ્યક ચીજવસ્તુઓ તરીકે જાહેર કરવામાં આવેલ છે. 
  5. આવશ્યક ચીજવસ્તુઓનો સંગ્રાહખોરી, કાળા બજાર વગેરે ૭ વર્ષની સજા તેમજ દંડને પાત્ર છે.
  6. ૧૯૫૫ માં આવશ્યક ચીજવસ્તુઓના ધારા અધિનિયમ બનાવવામાં આવ્યો છે.
  7. આવશ્યક ચીજવસ્તુઓના ભાવ નક્કી કરવાની સતા જેતે રાજ્ય સરકાર પાસે હોય છે.
  8. રાજ્ય સરકાર અને સંધ રાજ્ય ક્ષેત્ર તેનું ઉત્પાદન,વિતરણ અને કીમત નક્કી કરે છે.
  9. આવશ્યક ચીજવસ્તુનો ધારો અમલમાં મુકવાની જવાબદારી રાજ્ય સરકાર અને સંધ રાજ્ય ક્ષેત્રની છે.
  10. ખેડૂત અને ગરીબોના રક્ષણ માટે આ કાયદો ઘડવામાં આવ્યો છે.
  11. આવશ્યક ચીજવસ્તુઓના ધારા  માં જરૂરિયાત મુજબ કેન્દ્ર સરકાર તેમાં વસ્તુ દાખલ કરી શકે છે.


આવશ્યક ચીજવસ્તુઓના ધારા - 1955 હેઠળ આવતી આવશ્યક ચીજવસ્તુઓ

  1. કુલ સાત (૭) વસ્તુઓ
  2. દવા , ખાતર,કાર્બનિક અને અકાર્બનિક અને મિશ્રત પદાર્થ (સામગ્રી)
  3. પેટ્રોલિયમ અને પેટ્રોલિયમ ઉત્પાદન
  4. શણ અને શણના કપડા
  5. ખાદ્ય ખોરાક પાકના બીજ, ફળો અને શાકભાજી
  6. પશુ ચારાના બીજ, શણના બીજ, પશુ માટેનું ખાણ , શેરડીનો પાક





Share This
Previous Post
Next Post

0 Comments: