Tuesday 2 June 2020

ક્યૂરેટિવ પિટીશન શું છે ?


સુપ્રિમ કોર્ટ દ્વારા ફાંસીની સજા પામેલા વ્યક્તિ પાસે ન્યાય મેળવવા માટે બે રસ્તા હોય છ
  •             દયા અરજી (અનુ. ૭૨ રાષ્ટ્રપતિ)
  •             પુનઃવિચાર અરજી (સુપ્રિમ કોર્ટ)
  1. જો ઉપરની બંને અરજી રદ થાય તો ગુનેગાર પાસે છેલ્લો વિકલ્પ ક્યૂરેટિવ પિટીશન હોય છે.
  2. ક્યૂરેટિવ પિટીશન ત્યારે જ દાખલ થાઈ જયારે કોઈ ગુનેગારની રાષ્ટ્રપતિ પાસે મોકલેલી દયા અરજી અને સુપ્રિમ કોર્ટે પુનઃવિચાર અરજી રદ કરેલી હોય.
  3. ક્યૂરેટિવ પિટીશન ન્યાય મેળવવા માટે ગુનેગાર પાસે છેલ્લો માર્ગ છે.
  4. ક્યૂરેટિવ પિટીશનમાં અરજદારેએ દર્શાવવું જરરી છે કે તેવો ક્યાં આધારે તેવો સુપ્રિમ કોર્ટના નિર્ણયને પડકારી રહ્યા છે.
  5. ક્યૂરેટિવ પિટીશન સુપ્રિમ કોર્ટના સિનીયર વકીલ પાસે પ્રમાણીત કરવી જરૂરી હોય છે.
  6. વકીલ દ્વારા પ્રમાણીત થયા પછી સુપ્રીમ કોર્ટના ત્રણ સિનીયર ન્યાયાધીશ (મુખ્ય ન્યાયાધીશ સહિત) ને મોકલવામાં આવે છે અને તે ઉપરાંત આ અરજી સબંધિત નિર્ણય આપનાર ન્યાધીશોને પણ મોકલવામાં આવે છે.
  7. ક્યુરેટ પિટીશન પર નિર્ણય આવ્યા પછી અરજી કરવાના બધા રસ્તા બંધ થઈ જાય છે કારણકે ક્યુરેટ પિટીશન પર નિર્ણય લેતી વખતે એવી બધી બાબતો ને ધ્યાનમાં લેવામાં આવી હોય છે જેના પર ધ્યાન આપવું જરૃરી હોય.
  8. સુપ્રિમ કોર્ટમાં દરેક કેસમાં ગુનેગાર પાસે ક્યુરેટ પીટીશનો વિકલ્પ હોતો નથી.
  9. અરજદાર દ્વારા પુન:વિચાર અરજી પહેલા કરી દીધેલી હોવી જોય.
  10. ક્યુરેટ પીટીશનમાં અરજદાર જે મુદ્દાઓને આધાર બનાવેલ હોય તેનો પુનઃવિચાર અરજી માં વિગતવાર ચર્ચા થયેલ ન હોય.
  11. ક્યુરેટ પીટીશનની પર ત્યારે જ નિર્ણય લેવા આવે છે કે જયારે અરજદાર એવું સાબિત કરે કે કોર્ટના નિર્ણયથી ન્યાયીક સિદ્ધાંતોનું ઉલ્લંઘન થયું છે તેમજ અદાલત દ્વારા નિર્ણય લેતી વખતે તે ધ્યાનમાં લેવામાં આવ્યા ન હતા.
  12. બંધારણની આર્ટિકલ 132 હેઠળ સુપ્રીમ કોર્ટમાં ભારતના કોઈપણ હાઈકોર્ટના નિર્ણય, હુકમનામું અથવા અંતિમ આદેશ સામે અપીલ કરી શકાય છે.

Share This
Previous Post
Next Post

0 Comments: