Saturday 8 August 2020

જાણો શા માટે ? શું કામ ? શું હોય છે ? ટાઈમ કેપ્સ્યૂલમાં

  1.  રામમંદિર તીર્થ ટ્રસ્ટ દ્વારા મંદિરના પાયામાં 200 ફૂટ નીચે ટાઈમ કેપ્સ્યુલ મુકવામાં આવશે છે.
  2. આ ટાઈમ કેપ્સ્યુલમાં મંદિરનો ઈતિહાસ અને સંપૂર્ણ વર્ણન અંકિત કરવામાં આવશે જેથી ભવિષ્યમાં જન્મભૂમી અને રામ મંદિરનો ઈતિહાસ જોઈ શકાય.

ટાઈમ કેપ્સ્યુલ એટલે શું?

  1. ટાઈમ કેપ્સ્યુલ એટલે કે કાળપાત્ર એવું કન્ટેનર હોય છે જેમાં વર્તમાન સમયની માહિતી ભવિષ્યમાં સુરક્ષિત રહે.
  2. અંતરીક્ષમાં માનવ સભ્યતા વિશેની જાણકારી મોકલવા પણ ટાઈમ કેપ્સ્યુલનો ઉપયોગ થયો છે.
  3. ટાઈમ કેપ્સ્યુલ માટે સૌ પ્રથમ તો વર્તમાન દુનિયાની માહિતી એવા સ્વરૂપમાં સંગ્રહિત કરવી પડે જે હજારો વર્ષો બાદ પણ સુરક્ષિત રહે.
  4. એ પછી ટાઈમ કેપ્સ્યુલને કોઈ એવી જગ્યાએ દાટવી પડે જ્યાં લોકો હજારો વર્ષો  બાદ ખોદકામ કરે તો તેમને આ ટાઈમ કેપ્સ્યુલ મળે.
  5. ટાઈમ કેપ્સ્યુલ નળાકાર, ચોરસ કે લંબચોરસ હોઈ શકે. સામાન્ય રીતે ટાઈમ કેપ્સ્યુલ નળાકાર કે ગોળાકાર હોય છે જેથી જમીન અંદર ભારે દબાણ સહન કરી શકે.
  6. ટાઈમ કેપ્સ્યુલને સદીઓ બાદ ઐતિહાસિક દસ્તાવેજ તરીકે ઓળખવામાં આવશે.
  7. આ તામ્રપત્ર પર મંદિરનો સંક્ષિપ્ત ઈતિહાસ, શિલાન્યાસની તારીખ, ભૂમિપૂજન કરનારા મુખ્ય અતિથી, ઉપસ્થિત વિશેષ મહેમાનોના નામ, નિર્માણની શૈલી તેમજ સ્થાપત્યકારનું નામ વગેરે લખવામાં આવશે.
  8. આ દસ્તાવેજ તામ્રપત્ર તરીકે ઓળખવામાં આવશે.

તામ્રપત્ર એટલે શું?

  1. તામ્રપત્ર એટલે કે તાંબાની પ્લેટ પર લખવામાં આવેલી માહિતી સદીઓ સુધી સલામત રહેતી હોય છે એટલા માટે કે તાંબા પર કાટ લાગતો નથી અને તામ્રપત્ર માટીમાં પણ હજારો વર્ષો સુધી સલામત રહે છે.
  2. ભારતમાં આ પહેલા પણ ટાઈમ કેપ્સ્યુલ ઐતિહાસિક ઈમારતોની જમીનમાં દાટવાનું આવી છે.
  3. ૧૯૭૩માં ઇન્દિરા ગાંધી સરકાર દ્વારા લાલ કિલ્લાના પાયામાં આવી જ એક ટાઈમ કેપ્સ્યુલ મુકવામાં આવી હતી. તેમજ આ કામ ઇન્ડીયન કાઉન્સીલ ઓફ હિસ્ટોરીક્લ રિચર્ચને સોપવામાં આવ્યું હતું અને મદ્રાસ ક્રિશ્યન કોલેજના ઈતિહાસના પ્રોફેસર એસ.  કૃષ્ણસામીને આખી પાંડુલીપી તૈયાર કરવાની જવાબદારી સોપવામાં આવી હતી.
  4. ૨૦૧૦માં તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલના હસ્તે કાનપુર આઈઆઈટીમાં પણ એક ટાઈમ કેપ્સ્યુલ રોપવામાં આવી હતી. આ ટાઈમ કેપ્સ્યુલમાં આઈઆઈટીનો મેપ,ઇન્સ્ટીટયુટની સીલ, સિલ્વર જ્યુબીલી અને ગોલ્ડન જ્યુબીલી વિશે માહિતી સામલે કરવામાં આવી હતી.
  5. નરેન્દ્ર મોદી પણ જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગાંધીનગર ખાતે મહાત્મા મંદિરમાં પણ ટાઈમ કેપ્સ્યુલનું આરોપણ કરવામાં આવ્યું હતું.
  6. ભારતના ઈતિહાસમાં ટાઈમ કેપ્સ્યુલનું આરોપણ કરનારા નરેન્દ્ર મોદી ઇન્દિરા ગાંધી બાદ બીજા વડાપ્રધાન બનશે.

Share This
Latest
Next Post

0 Comments: