Tuesday 12 June 2001

૨૩-માર્ચ-૧૯૩૧ :: શહીદ દિવસ

 જરા યાદ કરો કુરબાની, જરા આંખ મે ભરલો પાની



  1. ૨૩-માર્ચ-૧૯૩૧ના રોજ ભગતસિંહ,રાજગુરુ અને સુખદેવને લાહોર સેન્ટ્રલ જેલમાં ફાંસી આપવામાં આવી હતી.
  2. તેના બલીદાનની યાદમાં શહીદ દિવસ  ઉજવવામાં આવે છે.
  3. અંગ્રેજ સરકાર દ્વારા ભારતના લોકો પર અત્યાચાર કરવા માટે પબ્લિક સેફ્ટી એન્ડ ટ્રેડ ડિસ્ટ્રીબ્યુટ બિલ નો કાયદો વિધાનસભામાં પસાર કરવાના હતો અને તે કાયદો કે બીલ લાગુ ન પડે તે માટે ભગતસિંહ અને બટુકેશ્વર દત્ત દ્વારા અંગેજોની એસેમ્બલીમાં બોમ્બ ફેકવામાં આવ્યો હતો.
  4. ભગતસિંહ,ચંદ્રશેખર આઝાદ અને રાજગુરુએ અંગ્રેજ અધિકારી જ્હોન પી. સાંડર્સની ગોળી મારી હત્યા કરી હતી.
  5. ભગતસિંહ હિન્દુસ્તાન રિપબ્લિક એશોસિએશનમાં જોડાયેલ હતા.
  6. ભગતસિંહે નોજવાન ભારત સભા નામનું ક્રાંતિકારી સંગઠન બનાવ્યું હતું.
  7. ભગતસિંહે હિન્દુસ્તાન સોશીયલીસ્ટ રિપબ્લિક એશોસિએશન ચંદ્રશેખર આઝાદ સાથે મળી બનાવી હતી.  
  8. ભગતસિંહ શહીદ-એ-આઝમ તરીકે પણ ઓળખાય છે.
  9. બટુકેશ્વર દત્તને આજીવન કારાવાસ થયેલ હતો.
  10. ભગતસિંહ,રાજગુરુ અને સુખદેવ પર અંગ્રેજ સરકારે લાહોર ષડયંત્ર કેસ દાખલ કરેલ હતો.
  11. ભગતસિંહ એવું માનતા હતા કે અહિંસાથી દેશને આઝાદી ન મળે તેના માટે સહસ્ત્ર ક્રાંતિ એક રસ્તો છે.
  12. એ એવું પણ કહેતા કે . જ્યાં સુધી અમીર-ગરીબ વચ્ચેનો ભેદ દુર નહિ થાય ત્યાં સુધી મનુષ્ય દ્વારા મનુષ્ય વચ્ચેની લુંટ બંધ નહિ થાય અને સામાજીક સમાનતા નહિ આવે.
  13. આપણે વેલેન્ટાઈન ડે, ફ્રેન્ડશીપ ડે, થર્ટી ફર્સ્ટ સહિતના કેટકેટલાય વિદેશી તહેવારોની ઉજવણી કેટલાય ભારતીય તહેવારો કરતા પણ અનેકગણા ઉત્સાહથી કરતા હોઈએ છીએ. પરંતુ આપણે ત્યાં રાષ્ટ્રીય તહેવારો પ્રત્યે ઘોર ઉદાસિનતા પ્રવર્તે છે.
  14. કેટલાય લોકો એવા છે જેમને રાષ્ટ્રીય તહેવારોએ તિરંગાને સલામી આપવા જવાનો કોઈ ઉત્સાહ કે ઉમંગ હોતો નથી. લોકોને વેલેન્ટાઈન ડે જેવા તહેવારોની તારીખો યાદ હોય છે પરંતુ શહિદ દિવસની યાદ હોતી નથી. 23 માર્ચનો દિવસ શહિદ દિવસ તરીખે ઓળખાય છે કારણ કે, આજના દિવસે ક્રાતિંકારીઓ ભગતસિંહ, સુખદેવ અને રાજ્યગુરૂને અંગ્રેજો દ્વારા ફાંસી આપવામાં આવી હતી.

दिल से निकलेगी न मरकर भी वतन की उल्फत; मेरी मिट्टी से भी, खुशबू-ए-वतन आएगी।


Share This
Previous Post
Next Post

0 Comments: