Saturday 5 May 1990

યોગ એટલે શું ?


દેશમાં અને પરદેશમાં યોગ શબ્દ ખુબ જ પ્રચલિત થઈ રહ્યો છે. આધિ,વ્યાધી અને ઉપાધીના ત્રિવિધ તાપમાં બળતો માનવી આજે યોગની મહતાધીમે ધીમે સમજી રહ્યો છે. ત્યારે યોગના અર્થને સમજવા આપણે કંઈક પ્રયત્ન કરીએ. 

વિશ્વના સૌથી પ્રાચીન સાહિત્ય એવા વેદ,ઉપનિષદ અનેક ગ્રંથોમાં યોગ વિષેનું નિરૂપણ જોવા મળે છે. 
જેવા કે 
૧. સાંખ્ય 
૨. યોગ 
૩. ન્યાય 
૩. વૈશેષિક 
૫. પૂર્વ મીમાંસા 
૬. ઉતર મીમાંસ

આ તમામ ગ્રંથોનું સંકલન કરીને મહર્ષિ પતંજલિએ યોગસૂત્ર નામના ગ્રંથનું નિમાર્ણ કર્યું. મહર્ષિ પતંજલિ તક્ષશિલા વિદ્યાપીઠના પ્રાચાર્ય તેમજ યોગ,વ્યાકરણ અને આયુર્વેદ ના પણ નિષ્ણાંત હતા. તેમણે ૧૯૫ સુત્રોને ચાર ભાગમાં વિભાજન કરેલ છે. 

ભારતના અર્વાચીન શાસ્ત્રો તથા યુગપુરુષોએ યોગના સ્વરૂપને સમજાવતી અનેક વ્યાખ્યાઓ આપી છે. એના આધારે યોગનો અર્થ સમજવા પ્રયત્ન કરીએ

યોગએ કોઈ શાસ્ત્ર નથી પણ જીવનના સત્યને જાણી, સમજી,જીવીને જીવનને બદલવાનું વિજ્ઞાન છે.
યોગ શબ્દ સંસ્કૃતના યુજ ધાતુ પરથી બન્યો છે. યુજનો અર્થ જોડવું,બાંધવું,મિલન કરવું, સંયોજન કરવું એવો થાય છે.

૧. શ્રીમદ્ ભાગવત ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ યોગનો અર્થ સમજાવતા અર્જુનને કહે છે..
योगः कर्मसु कौशलम्  અર્થાત  કર્મોમાં કુશળતા પ્રાપ્ત કરવી એનું નામ યોગ. આપણી ફરજમાં આવતા કોઇપણ ક્રમો કરતાં પરમાત્માનું સ્મરણ અખંડ કરવું. એ રીતે કર્મમાં જ સાચા અર્થમાં કુશળત પ્રાપ્ત થાય છે. એ રીતે કરેલું કર્મ સાધકને બંધનરૂપ થતું નથી. એ કર્મ નિર્ગુણ છે.

૨. ભગવાન શ્રીકૃષ્ણ યોગનો બીજો અર્થ સમજાવતા કહે છે.
समत्व योग उच्यते અર્થાત સમતાને યોગ કહેવાય છે. એટલે કે સુખ-દુખ, માન-અપમાન,હરખ-શોક, જય-પરાજય,લાભ-હાની વગેરે ઊર્મિઓમાં મનની સ્થિરતા રહેવી, મનનું વિભ્રાંતીને ન પામવું, આત્મા પરથી આનંદ ન જવા દેવો એ યોગ છે.

૩. ભગવદ્ ગીતામાં યોગનો અન્ય એક અર્થ સમજાવતા ભગવાન શ્રીકૃષ્ણ કહે છે..
दुःखसंयोगवियोगं योगसंज्ञितम्  અર્થાત દુખ સાથેના સંયોગમાંથી મુક્તિ મેળવવી તે યોગ કહેવાય છે. જે વિવેકી છે, જે સાચા અર્થમાં સાધક છે, જે ખરેખર પરમાત્માની પ્રાપ્તિ માટે મંડ્યો છે એના માટે તો સંસારિક સુખો અને દુખોએ બને દુઃખ જ છે. એટલે કે સંસારિક સુખ અને દુખની પરની અવસ્થાનું નામ યોગ.

૪. યોગસૂત્રના સમાધિપાદના બીજા સૂત્રમાં મહર્ષિ પતંજલિ યોગની વ્યાખ્યા આપતા કહે છે..
                                અર્થાત યોગ એટલે ચિતની વૃતિઓનો નિરોધ. આપણા ચિતમાં જે નિરંકુશ વૃતિઓ સતત પેદા થાય છે તેની સમાપ્તિ તે યોગ છે. વાસ્તવમાં યોગએ મનોવિજ્ઞાન છે. ચિતની વૃતિઓના નિયંત્રણ દ્વારા નકામાં વિચારોને દુર કરી સ્વયંના વિકાસમાં ઉપયોગી એવા વિચારોને સ્થિર કરવા એ યોગનું લક્ષ્ય છે.શ્રીકૃષ્ણ ગીતામાં સમજાવેલ છે કે મનને વશ કરવું એ વાયુની ગતિને રોકવા જેવું કઠીન કાર્ય છે, પરંતુ સતત અભ્યાસ અને વૈરાગ્યથી તેને વશ કરી શકાય છે.

૫. મહર્ષિ યાજ્ઞવલ્કય યોગનો અર્થ સમજાવતા કહે છે..અર્થાત જીવાત્મા અને પરમાત્માનો સંયોગ એટલે યોગ.

૬. પતંજલિની યોગ વ્યાખ્યા:
યોગએ માનસિક ફેરફારો (ચિતવૃતિ)ને અટકાવવું(નિરોધ) છે, જેથી દ્રષ્ટા સ્વયંને ફરીથી ઓળખી શકે છે. પતંજલિની પદ્ધતિ શાસ્ત્રીય યોગ તત્વજ્ઞાનની સંજ્ઞારૂપ બની ગયી છે અને ભારતના મુખ્ય ૬ કે ૭ દર્શનશાસ્ત્રો માંથી એક છે

૭. સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે દરેક વ્યક્તિ દિવ્યતા પ્રાપ્ત કરવાની સંભાવના ધરાવે છે આપણામાં છુપાયેલી આ દિવ્યતા સાથે આપણો મિલાપ કરાવી દે અર્થાત તે દિવ્યતાને પ્રગટ કરે તે યોગ.
૮. યોગએ આંતરિક પ્રયોગ એટલે કે અનુભૂતિનો વિષય છે.

યોગના વિવિધ માર્ગ
યોગનો મૂળ અર્થ પરમચેતના સાથે એકય સાધવું એવો છે અને એકય સાધવા માટેના વિવિધ માર્ગો છે. 
જેવા કે 
૧. ભક્તિ દ્વારા એકય સાધવું એટલે ભક્તિયોગ
૨. આ સંસાર એ પરમાત્માનું વ્યક્તરૂપ છે એમ સમજી તેની સેવા દ્વારા એકય સાધવાનો પ્રયાસ એટલે કર્મયોગ.
૩, બુદ્ધિ વડે આ સુષ્ટિ અને તેના રચનાકારની સમજ પ્રાપ્ત કરી જ્ઞાનના માર્ગે એકય સાધવાનો પ્રયાસ એટલે જ્ઞાનયોગ
૪. શરીર,પ્રાણ કે મન પર નિયંત્રણ મેળવી એકય સાધવાનો પ્રયાસ એટલે રાજયોગ તેને પાતંજલ યોગ કે યોગ કહે છે

જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આપણામાં શ્રદ્ધા,નમ્રતા,અનુસાશન,સાધન,સેવા, સાદગી,સંકલ્પશક્તિ વગેરે ગુણો હોવા જરૂરી છે. યોગાભ્યાસ દ્વારા યમ-નિયમનું પાલન કરવાથી સહજ રીતે આપણામાં આ ગુણોનો વિકાસ થાય છે. જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આપણામાં ઉત્સાહ અને ઈચ્છા સાથે આપણો પ્રાણ બળવાન હોવો જોઈએ. પ્રાણાયામથી પ્રાણ બળવાન થાય છે. માટે રોજ પ્રાણાયામ કરવા. જ્ઞાનપ્રાપ્તિ માટે ચેતાતંત્ર ખુબ મહત્વનું માધ્યમ છે. ચેતાતંત્રની કાર્યક્ષમતાનો બધો જ આધાર કરોડની સ્થિતિસ્થાપકતા ઉપર છે. આસન કરવાથી કરોડ સ્થિતિસ્થાપકતા  બને છે. 

હઠ યોગની યોગ માટેની વ્યાખ્યા
હઠ યોગમાં અંગસ્થિતિ (આસન), શ્વાસની તકનીકો (પ્રાણાયામ),શુદ્ધિકરણની તકનીકો(શત કર્મો) ઉર્જા નિયમન તકનીકો (મુદ્રા અને બંધ) નો સમાવેશ થાય છે. હઠ યોના ગ્રંથો,માં યોગની વ્યાખ્યા એ ઉપરના બળ(પ્રાણ) અને નાભી કેન્દ્ર (મણીપુર ચક)ની નીચેના બળ (અપાન)નું જોડાણ કરવું છે. હઠ યોગ આપણને શીખવે છે કે આપણા જીવનનું બળ, જેને પ્રાણ પણ કહેવાય છે, તેની પૂર્ણતાને કેમ સાધવવું. જીવન બળને કેવી રીતે અનુભવ અને સંચાલન કરવું તે શીખવાથી, આપણે આપણા અસ્તિત્વના સ્ત્રોતને પામી શકીએ છીએ.

 

Share This
Previous Post
Next Post

0 Comments: