Saturday 8 August 2020

જાણો શા માટે ? શું કામ ? શું હોય છે ? ટાઈમ કેપ્સ્યૂલમાં

  1.  રામમંદિર તીર્થ ટ્રસ્ટ દ્વારા મંદિરના પાયામાં 200 ફૂટ નીચે ટાઈમ કેપ્સ્યુલ મુકવામાં આવશે છે.
  2. આ ટાઈમ કેપ્સ્યુલમાં મંદિરનો ઈતિહાસ અને સંપૂર્ણ વર્ણન અંકિત કરવામાં આવશે જેથી ભવિષ્યમાં જન્મભૂમી અને રામ મંદિરનો ઈતિહાસ જોઈ શકાય.

Sunday 5 July 2020

વિત આયોગ ( નાણાપંચ )


  • બંધારણના અનુચ્છેદ ૨૮૦ મુજબ રાષ્ટ્રપતિ દર ૫ વર્ષે નાણાપંચની રચના કરે છે.
  • નાણાંપંચની રચના દેશ અને રાજ્યની વચ્ચે નાણાંકીય વહેચણીમાં ફેરફાર કરવા માટે કરવામાં આવે છે.
  • નાણાંપંચમાં ૫ સભ્યોની નિમણુક ૫ વર્ષ માટે રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે.
  • અત્યારે ૧૫નું નાણાંપંચનું આયોજન કરવામાં આવ્યું છે.
  • ૧૫માં નાણાપંચના ચેરમેન નંદ કિશોર સિંઘ.
  • નાણા પંચમાં સૌથી મહત્વની કડી કેન્દ્રીય કરવેરામાંથી હિસ્સો મેળવવાની હોય છે.
       ૧. નાણાંપંચનો અધ્યક્ષ જાહેર જીવનનો અનુભવી હોવો જોઈએ.
       બીજા ચાર (૪) સભ્યોની લાયકાત નીચે મુજબ હોવી જોઈએ.

  1. ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ બનવાની લાયકાત ધરાવતો વ્યક્તિ.
  2. સરકારના નાણાંકીય બાબતોના હિસાબનું વિશેષ જ્ઞાન ધરાવતો વ્યક્તિ.
  3.  કુશળ અર્થશાસ્ત્રી
  4.   વહીવટી અને નાણાંકીય બાબતોનો વિશેષ અનુભવ ધરાવતો વ્યક્તિ.


ગેરકાયદેસર પ્રવૃતિઓ (નિવારણ) સુધારા બીલ ૨૦૧૯ – UAPA Bill - 2019

  • ગેરકાયદેસર પ્રવૃતિઓ (નિવારણ) સુધારા બીલ ૨૦૧૯ – UAPA Bill - 2019.
  • મુખ્ય કામ આંતકવાદ અને નકસલવાદ જેવી સમસ્યાનો સામનો કરવાનો છે.
  • UAPA માં મોલીક અધિકારનું ઉલ્લંઘન નથી.
  • આ ખરડામાં આંતકી કૃત્યને અંજામ આપનાર કે તેમાં સામેલ સંગઠનો કે વ્યક્તિઓ , આંતકવાદને પ્રોત્સાહન આપનાર સંગઠનો કે વ્યક્તિઓને આંતકી સંગઠન કે આંતકવાદી જાહેર કરવાની જોગવાઈ છે.
  • આંતકી કેસોની તપાસના ભાગરૂપે આંતકવાદી સંગઠનો કે વ્યક્તિઓની મિલકત જપ્ત કરી શકાશે જેના માટે NIAના ડાયરેક્ટર જનરલની મંજુરી લેવી જરૂરી છે.